મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનાં ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને બાલપુર ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૮/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન એ.પો.કો. હસમુખભાઈ વીરજીભાઈ તથા પો.કો. અરૂણભાઈ જાલમસિંગ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, બાલપુર ચાર રસ્તા પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી મિતેશ રમેશભાઈ ગામીત (ઉ.વ.૩૨., રહે.કપડવણ ગામ, ઝરણ ફળિયું, તા.વ્યારા, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




