ઉમરપાડાનાં વેંજાલી ગામની સીમમાં નંબર વગરની ઈકોમાં વિદેશી દારૂનો જથ્થો સપ્લાય થઈ રહ્યો હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવી બાતમી મુજબની વેંજાલી ગામેથી ઈકો કારને ઝડપી પાડી તેમાં તલાશી લેતા ૧,૦૮,૯૬૦ વિદેશી દારૂની બોટલો, ૫ હજાર કિંમતનો એક મોબાઈલ, ૩ લાખ કિંમતની ઈકો મળી કુલ ૪,૧૩,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કાર ચાલક રાજેશ ખાનસિંગ વસાવા (રહે.ચારણી ગામ તા.ઉમરપાડા)ની અટક કરી માનસિંગ ઉર્ફે મુકેશ છના વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.




