મહારાષ્ટ્ર રાજ્યનાં થાણે જિલ્લાના મુંમ્બા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી થયેલી મોટર સાયકલ ચોરીનાં આરોપીને વલસાડ એસ.ઓ.જી.એ સંજાણથી ઝડપી પાડયો હતો. વલસાડ એસ.ઓ.જીની ટીમ ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન મળેલી બાતમીને આધારે સંજાણ બદરીયા હોટલ પાસે સફાન મલેશીયા શેખ (ઉ.વ.૨૯.,રહે.સંજાણ, ઉદવા રોડ, ગોપાલ રાઇસ મીલની ગલી)ને સફેદ કલરની પ્લસર બાઈક નંબર એમેચ/૦૪/એલવી/૪૫૦૬ જેની કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- સાથે ફરતો જોઈ તેને અટકાવાયો હતો. ત્યારબાદ બાઈકનાં કાગળો મંગાયા પરંતુ તે રજૂ કરી શક્યો ન હતો. આથી સફાન શેખે આ બાઈક ચોરી અગર છળકપટથી મેળવી હોવાનુ જણાતા પોલીસે તે કબજે લીધી હતી. તથા આરોપીની અટક કરી તેનો કબ્જો ઉમરગામ પોલીસ મથકમાં સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ મહારાષ્ટ્ર રાજ્ય, થાણે જિલ્લા મુંમ્બા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાઈક ચોરી કર્યાનું જણાવ્યું હતુ.




