ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં બે મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. આ પછી અકસ્માતને અંજામ આપી મર્સિડીઝ ચાલક ફરાર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે પૂર ઝડપે આવતા મર્સિડીઝ કાર ચાલકે પીક-અપ ડાલા, બાઈક અને મારુતિ કાર સાથે ગંભીર અકસ્માતમાં બસ સ્ટેન્ડની બાજુમાં ઉભેલી મહિલા ટક્કર મારતા 2 મહિલાના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. એક સાથે ત્રણ-ત્રણ વાહનોને અડફેટે લેવાની સાથે રસ્તાની બાજુમાં રહેલા પાનના ગલ્લાને પણ નુકસાન થયુ હતું. ગંભીર અકસ્માત બાદ લોકોનું ટોળું ઉમટી વળ્યું હતુ. આ પછી લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત કરીને મર્સિડીઝ કાર ચાલકે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.




