રણબીર કપૂરની રામાયણ ફિલ્મમાં અમિતભા જટાયુનો રોલ ભજવશે તેવી ચર્ચા છે. ફિલ્મમાં અમિતાભ જોકે સ્ક્રીન પર નહિ દેખાય પરંતુ માત્ર તેનો અવાજ સંભળાશે એમ જાણવા મળે છે. રણબીર અને સાઈ પલ્લવીની ફિલ્મનું શૂટિંગ આગળ વધી રહ્યું છે. જોકે હજુ સુધી નિર્માતાઓએ આ પ્રોજેક્ટ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કરી નથી. પરંતુ તેના કાસ્ટિંગ વિશે અનેક અટકળો ફેલાતી રહે છે. નવી ચર્ચા અનુસાર અમિતાભની પણ ફિલ્મમાં જટાયુના રોલમાં એન્ટ્રી થઈ છે. અમિતાભનો માત્ર અવાજ સંભળાશે અને તેની આંખો દેખાશે. ફિલ્મમાં રણબીર રામ અને પરશુરામ બંનેની ભૂમિકા ભજવશે તેમ જાણવા મળે છે. કેટલાક સીનમાં રણબીર કપૂર ડબલ રોલમાં દેખા દેશે. ફિલ્મ વર્ષ ૨૦૨૬માં રીલિઝ થાય તેવી ધારણા છે.



