પીએમ જનમન મહા-અભિયાનના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી જનજાતિ ન્યાય મહા અભિયાન (PM -JANMAN 2.0) ઝુંબેશ હેઠળ ગુજરાત સરકાર દ્વારા જિલ્લામાં મેગા ઇવેન્ટ યોજવાનું સુચિત કરતાં તેને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના સાગબારા અને દેડિયાપાડા તાલુકાનાં આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ મળી રહે જેના ભાગરૂપે આજરોજ ભાદોડ ગામે કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તા.૯મી સપ્ટેમ્બરના રોજ ભાદોડ ગામે યોજાયેલ પીમએમ જનમન કેમ્પમાં પીરમંડારા, ધવલીવેર, ખોચરપાડા, સેલંબા, ખામાપાડા અને મોટી પરોઢીના આદિમ જૂથના લોકોને આવરી લીધા હતાં. સરકારશ્રીની વિવિધ યોજના જેવી કે આધારકાર્ડ,જાતિના દાખલા,આયુષ્માન કાર્ડ, પીએમ કિશાન યોજના સહિતની યોજનાઓ આદિમ જૂથના લોકોને ઘર આંગણે લાભ મળી રહે અને લાભોથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેમ્પોનુ આયોજન કરી આદિમ જૂથના લોકોને માટે સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
