‘સ્વચ્છતા પખવાડા’ ઉજવણીના ભાગરૂપે પીપલોદ સ્થિત SVNIT-સરદાર વલ્લભભાઈ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ફિઝીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા તા.૧ થી ૧૫મી સપ્ટેમ્બર દરમિયાન ‘સ્વચ્છતા પખવાડા’ ની ઉજવણી અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓઓ સ્વચ્છતા પ્રત્યે જાગૃત્ત થાય તે હેતુથી ‘સ્વચ્છતા દોડ યોજાઈ હતી. વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના ઉપયોગના વિપરીત પરિણામો વિશે માહિતગાર કરાયા હતા. આ દોડમાં ભાગ લીધો હતો. સ્વચ્છતા પખવાડાના કન્વીનર અને પ્રોફેસર ડો.એસ.એમ. યાદવ, આસિ. પ્રોફેસર ડો. અમૃત મુલે, હાઉસકીપિંગ અને સેનિટેશનના ફેકલ્ટી ઈન્ચાર્જ અને એસો. પ્રોફેસર ડો.એન.કે. દત્તાએ દરેક કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓને મેડલ એનાયત કર્યા હતા.
