ઈમરાન ખાન નવ વરસ પછી ફરી મામા આમિર ખાનની મદદથી કમબેક કરશે. આમિર એક રોમેન્ટિક કોમેડી બનાવી રહ્યો છે તેમાં ઈમરાન કામ કરવાનો છે. આમિર ખાન આ ફિલ્મથી ઓટીટી પર નિેર્માતા એન્ટ્રી મારી રહ્યો છે. તું દિગ્દર્શન દાનિશ અસલમ કરશે. જેણે ભૂતકાળમાં ઇમરાન અને દીપિકા પદુકોણની ૨૦૨૧૦ની કોમેડી ‘બ્રેક કે બાદ’નું દિગ્દર્શન કર્યું હતું. જોકે આ ફિલ્મના શીર્ષક અંગે હજી નિર્ણય લેવામાંઆવ્યો નથી. ફિલ્મની અન્ય કાસ્ટની જાહેરાત પણ બાકી છે. ઇમરાન ખાનને મામા આમિર ખાને જ બોલીવૂડમા લોન્ચ કર્યો હતો તેણે ‘કયામત સે કયામત તક’માં એક બાળ કલાકાર તરીકે કામ કર્યુ હતું. આ પછી ૨૦૦૮માં ડજાને તૂ…યા જાને’નામાં મુખ્ય ભૂમિકાથી બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.




