Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હોળીના તહેવારને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

રંગપર્વ હોળીના તહેવાર દરમિયાન યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. તારીખ ૧૩મીએ ઉપડનારી હોળી વિશેષ ટ્રેનની ટિકિટનું બુકિંગ ૧૨મીથી શરૂ થશે. યાત્રિકોના વધારાના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત તારીખ ૧૧એ મંગળવારે સાંજે ૭-૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ભાવનગર ટર્મિનસ સુધીની સુપરફાસ્ટ હોળી વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે.

જે બુધવારે સવારે ૯ કલાકે ભાવનગર પહોંચશે. જ્યારે ભાવનગર ટર્મિનસથી તા.૧૩-૩ને ગુરૂવારે બાંદ્રાની હોળી સ્પેશિયલ ટ્રેન રવાના થઈ તે જ દિવસે સાંજે પાંચ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં બોરીવલી, વાપી, ઉધના, વડોદરા, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવવામાં આવશે. બાંદ્રા-ભાવનગર  ટ્રેનની ટિકિટનું બુકિંગ આવતીકાલ તા.૧૧-૩ના રોજ અને ભાવનગર-બાંદ્રા ટ્રેનની ટિકિટનું બુકિંગ તા.૧૨-૩ને બુધવારથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ, આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ ભવાનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!