રાજસ્થાનનાં રાજ્યપાલ હરિભાઉ બાગડેએ મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા અત્યાચાર મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરનારાઓની ધોલાઈ થવી જોઈએ. તેમજ દુષ્કર્મ કરનાઓને નપુંસક કરી દેવા જોઈ, જેથી આ પ્રકારનો ગુનો ના ઘટે. હરિભાઉએ 10 માર્ચે ભરતપુર જિલ્લા બાર ઍસોસિએશનના શપથ ગ્રહણ સમારોહમાં આ અંગે નિવેદન આપ્યું હતું કે, મહિલાઓ પર અત્યાચાર કરનારા લોકો વીડિયો બનાવે છે.
આ વાત યોગ્ય નથી. કોઈપણ મહિલાની છેડતી થાય તો તુરંત તે વ્યક્તિને પકડો તેની ધોલાઈ કરો. 
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે ત્યાં કાયદો હોવા છતાં ગુનેગારોમાં ભય નથી. પોક્સો હેઠળ દુષ્કર્મીઓને ફાંસીની સજા, આજીવન કારાવાસની જોગવાઈ છે. તેમ છતાં આ ગુનાઓ થંભી રહ્યા નથી. જેનાથી જણાય છે કે, ગુનેગારોમાં કાયદાનો ભય નથી. તેમણે એક મીડિયા રિપોર્ટને ટાંકીને કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક નગર પંચાયત છે, જ્યાં કૂતરાઓની સંખ્યા વધી જવાથી ઘણા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે કાયદો ભય ગુનેગારોમાં રહે તે હેતુ સાથે સલાહ આપું છું કે, દુષ્કર્મ કરનારાઓને નપુંસક કરી દેવા જોઈએ.




