મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વૃન્દાવાડીમાં શનિદેવ મંદિર નજીક એક લીસ્ટેડ ગેમ્બલરને મોબાઈલ ફોન ઉપર મુંબઈ બજારમાંથી નીકળતા વરલી મટકાના આંકડા લખી પૈસાવતી હારજીતનો જુગાર રમાડતા પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પોલીસ ચોપડે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર ત્યાં એક ઈસમ મળી આવતા અને તેને ઓળખાતા લીસ્ટેડ ગેમ્બલર કમલેશ પ્રવીણભાઈ ઢીમ્મર (રહે.તોરણ રેસીડન્સી, મુસા રોડ, વ્યારા)નો મળી આવ્યો હતો. આમ, પોલીસે એન્ડ્રોઇડ મોબાઈલ ફોનમાં વોટ્સઅપ ઉપરથી નીકળતા વરલી મટકાના અગલ અલગ બજારનાં આંકોના પૈસા વતી હારજીતનો જુગાર રમાડતો રોકડ રૂપિયા 16,400/- અને એક નંગ મોબાઈલ મળી કૂલ રૂપિયા 21,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કિરણ ઢીમ્મર (રહે.મહુવા ગામ, જિ.સુરત) અને વીકી જમનાદાસ ઢીમ્મર (રહે.વાડીવાલા કોમ્પ્લેક્ષ, વ્યારા)નાઓને વરલી મટકાના આંકો લખી વોટ્સઅપ પર મેસેજ કરી કપાત પૈસાની હારજીતનો જુગાર રમાડતા આ કામે પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



