સુરત જિલ્લાનાં માંગરોળનાં લીમોદરા ખાતે તળાવમાં નાહવા ગયેલા ૧૮ વર્ષીય યુવકનું તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. 
તે તળાવમાં ડૂબી જતાં ફાયરબ્રિગેડ અને કોસંબા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બનાવના સ્થળે દોડી આવેલી ફાયરની ટીમે તળાવના ઊંડા પાણીમાં કલાકો સુધી શોધખોળ કરતા સહીરામની લાશ મળી આવી હતી. જુવાન દીકરો ગુમાવતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવ અંગે કોસંબા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.



