સંજય કપૂરની દીકરી તથા જાહ્નવી અને સોનમની કઝિન શનાયા કપૂરનાં બોલીવૂડ લોન્ચમાં વર્ષોનો વિલંબ થયો છે. જોકે હવે તેને અચાનક જ ફટાફટ ફિલ્મો મળવા લાગી છે. તે હવે મુંજિયાના એક્ટર અભય વર્મા સાથે પણ એક કોમેડી ફિલ્મ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ ફિલ્મને ‘જેસી’ એવું હંગામી ટાઈટલ અપાયું છે. 
તેનું શુટિંગ ગોવામાં શરુ કરી દેવાયું હોવાનું કહેવાય છે. ‘બંબઈ મેરી જાન’ જેવા હિટ ટીવી શોના ડાયરેક્ટર શુજાત સૌદાગર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ફટાફટ આગામી મે માસ સુધીમાં આટોપી દેવાશે. ફિલ્મને આ વર્ષના અંત સુધીમાં રીલિઝ કરી દેવાનું પ્લાનિંગ છે. હજુ થોડા દિવસો પહેલાં જ જાહેર થયું હતું કે શનાયા આનંદ એલ. રાયની રોમાન્ટિક ફિલ્મ ‘તુ યા મૈ’ માટે સિલેક્ટ થઈ છે. આ ઉપરાંત તે મોહનલાલ સાથે ‘વૃષભ’ અને વિક્રાંત મેસી સાથે ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મમાં કામ કરી રહી છે.



