જામનગર શહેરમાં બાળ મજૂરીના કાયદાને લઈને તંત્ર દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે આવી એક ઘટના જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે આવેલી એક હોટલ પાસે બની છે. જ્યાં આવેલી મુરલીધર પાન એન્ડ હોટલ કે જેમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા દ્વારા 14 વર્ષથી નાની વયના બાળક પાસેથી બાળ મજુરી કરાવાતી હોવાનું ટાસ્કફોર્સની ટીમને ધ્યાનમાં આવ્યું હતું.
શ્રમ આયુક્ત વિભાગની કચેરીના સરકારી અધિકારી ડો.ડી.ડી.રામી જાતે ફરિયાદી બન્યા હતા અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં હોટલ સંચાલક રામદે રણમલભાઈ સુવા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હોટલ સંચાલક સામે ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એમએન્ડમેન્ટ એક્ટ-1986 ની કલમ-3 હેઠળ તથા ધી ચાઈલ્ડ લેબર (પ્રોહીબિશન એન્ડ રેગ્યુલેશન) એમેન્ડમેંન્ટ એક્ટ 1986 ની કલમ 14 (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને હોટલ સંચાલકની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
