વાપીનાં સોંઢલવાડા ગામ નજીક અકસ્માતમાં વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોંઢલવાડા મંદિર ફળિયાનાં રહેવાસી લક્ષ્મીબેન ભાણાભાઈ નાયકા મંગળવારે સાંજે ૫:૩૦ આસપાસ વાઘછીપા રોડ ઉપર આવેલી ચિકનની દુકાને ચિકન લેવા માટે ગયા હતા. 
અકસ્માતમાં લક્ષ્મીબેનને માથા અને જમણા હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન રાત્રે ૧૦:૪૫ કલાકે તેમનું મૃત્યુ થયું હતું. મૃતકની પુત્રવધૂ તારાબેન નાયકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ અકસ્માત સર્જનાર વાહનચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. જોકે ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ બાઇ કના ફોટોગ્રાફ લીધા હતા. જેનાથી વાહનની ઓળખ થઈ શકી હતી.



