નડિયાદના માતર ખોખા બજારમાં દુકાનમાં કેમેરા લગાવી રહેલા ઈલેક્ટ્રિશિયનનું કરંટ લગાતા ગંભીર રીતે દાઝી જતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે માતર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. મળતી માહિતી મુજબ, માતર બજારમાં વિક્રમભાઈ રબારીની ભગવતી દૂગ્ધાલય નામની દહીં દૂધની દુકાન આવેલી છે. 
ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યાના સુમારે દુકાનમાં માતર જૈન દેરાસર વિસ્તારમાં રહેતા ઇલેક્ટ્રિશિયન ઉમંગભાઈ જયંતીભાઈ પ્રજાપતિ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી કરતા હતા. દરમિયાન કેમેરા લગાવવાનું કામ કરતા ઉમંગભાઈ પ્રજાપતિને અચાનક કરન્ટ લાગતા શરીરે ગંભીર રીતે દાજી ગયો હતો. જેથી દુકાનના માલિકે ઉમંગ પ્રજાપતિને તુરંત જ સારવાર માટે ખેડા ચરોતર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મેડિકલ ઓફિસરે કરન્ટ લાગીને દાઝી ગયેલા ઉમંગ પ્રજાપતિ (ઉં.વ.૨૮)ને મૃત જાહેર કર્યો હતો. માતર પોલીસે અકસ્માતની મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની લાશનું માતર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.



