અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન સાથેની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલાનું શૂટિંગ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, તેમાં સાઉથના અભિનેતા રામ ચરણની એન્ટ્રી થઇ છે. 
તસવીરમા રામ ચરણ દિગ્દર્શક પ્રિયદર્શન સાથે ેવાત કરતો જોવા મળી રહ્યો છે. તેઓ કોઇ સીન બાબતે વાતચીત કરી રહ્યા તેમ અટકળ કરવામાં આવી રહી છે. પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, પરેશ રાવલ, વામિકા ગબ્બી, કબ્બૂ, રાજપાલ યાદવ, જિશુ સેનગુપ્તા જેવા કલાકારો જોવા મળવાના છે. આ ફિલ્મ આગામી એપ્રિલ, ૨૦૨૬માં રીલિઝ કરવામાં આવશે.



