વલસાડ જિલ્લામાં લુંટ કરવાનાં ગુનામાં સંડોવાયેલ આરોપી મુકેશ માહ્યાભાઈ ડાવરિયાની ભીલાડ પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેણે જામીન મુક્ત થવા કરેલી રેગ્યુલર જામીન અરજી વાપીની કોર્ટે ફગાવી દીધી હતી. માંડા ગામે રહેતા લોકનાથની દિકરી ગઈ તારીખ ૦૮/૦૧/૨૦૨૫ સ્કુલમાં ગઈ હતી. તે દરમિયાન નંદકુમાર ઉર્ફે ભોલો હેરાન કરતો હોવાનુ જણાતા તેના સગા મોટાભાઈ મિથિલેસ ઉર્ફે રાજુને આ બાબતે ટકોર થઈ હતી. જોકે આ સમયે મિથિલેશ ઉર્ફે રાજુએ લોકનાથ સાથે તકરાર કરી હતી.

જ્યાં પ્રાથમિક સારવાર કરાયા બાદ સુબોધને સુરત ખસેડાયો હતો. આ મામલે ભીલાડ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટક કરી હતી. ભીલાડ પોલીસ દ્વારા ગુનામાં ધરપકડ કરી આરોપી સામે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આરોપી મુકેશે જામીન મુક્ત થવા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સામે ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ ધારદાર દલીલો કરી હતી. તેને ગ્રાહ્ય રાખી વાપી કોર્ટના વિદ્વાન ન્યાયાધીશ ટી.વી.આહુજાએ આ કેસના આરોપીનાં જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.



