સુરત જિલ્લાનાં પીપોદરા ખાતે ગોડાઉનમાં પતરા ઉપર જેએસડબ્લ્યુ કંપનીનું લેબલ મારી માર્કેટમાં વેચતા સુરત વરાછા, યોગીચોકના બે શખ્સો સામે કોસંબા પોલીસ મથકે કોપીરાઈટનો ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં આવેલા પીપોદરા ખાતે માધવ રૂફીગ ઈન્ડીયા એલ.એલ.પી કંપનીમાં રોમીત દેસાઈ અને રૂત્વિક દેસાઈ નામનાં ઈસમો તેમની કંપનીનાં લોખંડનાં પતરા પર જેએસડબ્લ્યુ કલર કોટેડ કંપનીનાં ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહ્યા હતા. 
જ્યારે વરાછાના બંને શખ્સો પ્લસનાં ચિન્હની જગ્યાએ પ્લસ શબ્દોમાં લખી સુચિત કંપનીનો કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો ભંગ કરી રહ્યા હોવાની જાણ કંપનીને થઈ હતી. જેથી મુંબઈ સ્થિત કંપનીનાં ક્રીષ્ના કનોજીયાએ આ મામલે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. હાલ કોસંબા પોલીસે રોમીત શરદભાઈ દેસાઈ અને રૂત્વિક શરદભાઇ દેસાઈ (બંને રહે.યોગીચોક, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



