સોનગઢના ગામડાઓમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કાર્યરત બોરીસાવર-ઘાંસીયામેઢા પાણી પુરવઠા જૂથ યોજના સાથે સંકળાયેલા કરાર એજન્સી આધારિત કર્મચારીઓએ તેઓને ધારા ધોરણ મુજબ પગાર, બોનસ અને પીએફ સહિત અન્ય સગવડો મળતી ન હોવાની જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે.




