Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

યુવકના ધાક ધમકી અને ફોન મેસેજથી ત્રાસી ગયા બાદ સગીરાએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરનાં વરાછા વિસ્તારમાંથી એક 17 વર્ષની સગીરાનો 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ આવેલ અને જણાવેલ કે તેમના માનેલા ભાઈનો ફ્રેન્ડ દરરોજ કોલ મેસેજ કરી હેરાનગતિ કરવામાં આવી રહી છે તેઓ છેલ્લા કેટલાક દિવસથી ધાક ધમકી આપે છે. તેમની સાથે પ્રેમસંબંધ રાખવા મજબુર કરે છે. પીડીત સગીરાએ તે યુવકને ફોન કે મેસેજ કરવાની ના પાડતા તેઓ માનતા નથી અને અપશબ્દો બોલે છે. તેમજ બીજા બીજાના મોબાઇલથી ફોન કરે છે. તેમની આ હરકતોથી કંટાળી 181 અભયમ્ મહિલા હેલ્પ લાઇનની મદદ માગી હતી.

જેથી ઉમરા અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી યુવકને ઝડપી પાડ્યો હતો. યુવક પીડીતા પાસે માફી માગતા અને પીડીતાને આગળ કોઇ કાર્યવાહી ના કરવી હોય ફરીથી આવી હરકત ન કરવા તાકીદ કરી લેખિત બાંહેધરી લેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વરાછા વિસ્તારમાં રહેતા એક પીડીત બહેને કેટલાક દિવસથી હેરાનગતી કરતા યુવકે ધાકધમકી આપી પીડીતાને મોલમાં બોલાવ્યા તેથી પીડીતા યુવકના ધાક ધમકી, ફોન મેસેજથી ત્રાસી ગયા હતા. છેલ્લે યુવકને સબક શીખવાડવા 181ની મદદ લીધી. મોલમા હાજર લોકો યુવકનાં વિરુદ્ધમાં હોવાથી ડઘાઈ ગયેલી પીડીતાએ પ્રતિકાર કરી મોલમાં લોકોને જાણ કરતા યુવક ભાગી ગયો હતો.

આ ઘટનાની જાણ 181 મહીલા હેલ્પલાઇનમાં કોલ દ્વારા કરી આગળની મદદ માગી હતી. અભયમ રેસ્ક્યૂ ઉમરા ટીમ દ્વારા યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આ રીતે પીડીતાને હેરાનગતિ કરવી, અપશબ્દો બોલવા કે ફોન મેસેજ કરવા તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું યુવકે જણાવેલ કે, તેણે આ પ્રથમ ભુલ કરી છે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે તેની ખાત્રી આપી હતી. પોતાની ભુલ કબૂલી હતી અને માફ કરવા વિનંતી કરી હતી. પીડીતાએ પણ તેને માફ કરેલ અને આગળ કોઈ કાર્યવાહી નથી કરવી સુધરવાની એક તક આપવા માગતા હોય માફ કરવામાં આવ્યાં હતા. અભયમ દ્રારા યુવકની બાંહેધરી મેળવી હવે પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા તાકીદ કરવામા આવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!