સુરત જિલ્લાનાં કામરેજનાં ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઈવે કોસ કરી રહેલા ૨૫ વર્ષીય મહારાષ્ટ્રીયન યુવકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. 
મળતી માહિતી અનુસાર, હાલ કામરેજના ઉંભેળ ગામે નટુભાઇ છોટુભાઇ પટેલની વાડીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના કરંજવેલ ખાતે રહેતા ૨૫ વર્ષીય કિરણભાઇ હાજાભાઇ વળવી કામરેજના ઉંભેળ ગામની સીમમાં મુંબઇથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર-૪૮ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલા અજાણ્યો વાહન ચાલક ગફલતભરી રીતે હંકારી હાઇવે ક્રોસ કરી રહેલા કિરણભાઇને અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં કિરણભાઇને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે હાલ કસૂરવાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




