મહુવાના નિહાલી ગામે ખેતરમાં રસ્તા પર ઊભેલ બુલેરો પીકઅપ ટેમ્પો નીચે મંજૂરની નવ મહિનાની દીકરી રમી ટેમ્પો ચાલુ કરીને હંકારી મૂકતા બાળકીના શરીર પરથી ટેમ્પોનું વ્હીલ ફરી વળતા તેનું ગંભીર ઈજાથી ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહુવા પોલીસે વાહન અકસ્માતની પોલીસ ફરિયાદ નોંધી હતી. 
મળતી માહિતી મુજબ, નહુવાના નિહાલી ગામે અનિલભાઈ મનુભાઈ પટેલની માલિકીની બ્લોક નં.૨૦૫વાળી જમીનમાં કાચા રસ્તા પર મહેન્દ્ર બુલેરો પીકઅપ ટેમ્પો ઊભો હતો. આ દરમિયાન ટેમ્પો નીચે મજૂર માલસીંગભાઈ ખડીયાભાઈ વળવીની નવ મહિનાની દીકરી અંજલિ દરમિયાન ચાલકે જોયા વિના બુલેરો હંકારી મૂકતા અંજલિના માથાના ભાગેથી અને શરીરના અન્ય ભાગેથી આ બુલેરોનું વ્હીલ ફરી વળતાં ચગડાઈ ગઈ હતી. જેથી આ ઘટનામાં માસૂમ બાળાનું સ્થળ પર જ કરુણ મોત થયું હતું. બાળકીના પિતા માલસીંગભાઈ ખડીયાભાઈ વળવીએ મહુવા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મહેન્દ્ર બુલેરો પીકઅપના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.




