માંડવી તાલુકાનાં બલાલતીર્થ ગામની સીમમાં ફેદરીયા ચાર રસ્તા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે અન્ય એક ચાલકને સામાન્ય ઈજો પહોંચી હતી. ઘટના અંગે માંડવી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, જિતેન્દ્રસિંહ જોરસિંહ તોમર (રહે.મૂળ મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના રુગર ગામ) ટૂંકને ફેદરીયા ચાર રસ્તાથી ઉકાઈ તરફ જઈ રહ્યો હતો. તે સમયે તેમની ટૂંક સામેથી આવી રહેલી ટાટા એસ-ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ટાટા એસ-ટ્રકના ચાલક કાંતેશભાઈ સીતારામભાઇ પવાર (રહે.જૂના કાકરાપાર ગામ)ને ડાબા હાથના બાવળાના ભાગે, છાતીના ભાગે અને બંને પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે જિતેન્દ્રસિંહ તોમરને મોઢાના ભાગે, બંને પગે અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.



