ચીખરી તાલુકાના ખરોલી ગામે બારોશિયા ડળિયામાં ગુજરાતી સ્કૂલ સામે રવિવારની રાત્રિ દરમિયાન એક જ પાંજરામાં બે વર્ષીય ઊપડી અને એક વર્ષીય દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે એક જ પાંજરામાં બે દીપડા પાંજરે પુરાયા હતા.
ચીખલી તાલુકામાં આવેલ શેરડીના ખેતરોમાંથી શેરડીનું કટીંગ થઈ જતા ખેતરો ખુલ્લા થઈ જતા દીપડાઓ હવે રહેલાક વિસ્તારોમાં વિહાર કરવા મજબૂર બન્યા હોવાનું જોવા મળે છે. જેને પગલે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રાહ્યો છે. ચીખલી તાલુકાના ચિતાલી ગામે ૨૧ માર્ચ નારોજ માદા દીપડી પાંજરે પુરાઈ હતી અને એ જ દિવસે ખરોલી ગામે બારોલીયા ફળિયામાં રહેતા ખેડૂતનાં ઘરના ઓટલા ઉપરથી રાત્રિના ૭:૪૦ વાગ્યાના અરસામાં જ દીપડાએ રખડતા કૂતરાનો શિકાર કર્યો હતો.



