માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડીફાઈડ સાયલન્સર વાળા મોટર સાઇકલ હંકારી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ત્રણ વાહનોને માંડવી પોલીસે ડિટેન કર્યા હતા. મળતી માહિતી અનુસાર, માંડવી ખાતે હાલમાં યોજાયેલા જિલ્લા પોલીસ વડાના લોક દરબારમાં લોકોએ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો બાબતે ફરિયાદ કરી હતી. કેટલાક શખ્સો વાહનોમાં મોડીફાઇડ સાયલન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ કરતાં હતા. 
આથી માંડવી પોલીસ દ્વારા બુધવારના રોજ આવા મોટર સાઈકલ ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે એક રોયલ એંડફિલ્ડ બુલેટ અને બે કેટીએમ મોટર સાઇકલને ડિટેન કરી આરટીઓ મેમો પકડાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઓવરસ્પીડ વાહનો ચલાવતા કે મોડીફાઈડ કરેલ સાઈલન્સર વાળા વાહનો મળી આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




