વિજયભાઇ પટેલ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા તારીખ ૦૫ એપ્રિલના રોજ સુબિર તાલુકાના લવચાલી અને કસાડબારી ખાતે પંચાયત, માર્ગ અને મકાન વિભાગના એસ.એમ.જી. એસ. વાય તેમજ કિશાન પથ યોજના અંતર્ગત સુબીર, લવચાલી, કસાડબારી, મહાલ, લહાન કડમાળ અને ઇસખંડી વી. એ રોડ રસ્તાઓ જે કુલ રૂપિયા ૬૯૬.૮ લાખના ખર્ચે નિર્માણ થનારા વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયું હતું. સુબિર તાલુકા વિસ્તારના પ્રતિનિધિઓ તેમજ લોકો દ્વારા રસ્તાની માંગણીને ધ્યાને લઈ સુબિર તાલુકાના મહત્વના રસ્તાનું ખાતમુહર્ત કરાયું છે.
જે રસ્તાઓ સ્થાનિક લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે તેમ વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલે આ પ્રસંગ જણાવ્યું હતું. તેમજ ચોમાસાં પહેલા આ રસ્તાઓ પુર્ણ કરવા ઇજારાદારોને સુચના આપી હતી. ડાંગ જિલ્લાના ૩૧૧ ગામોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, જેવી પ્રાથમિક સુવીધાઓ સાથે સારી સપાટીના રસ્તાઓ બને તે માટે સંકલ્પ કર્યો છે તેમ પણ વીજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.
સુબિર તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૧) લવચાલી ઘાણા રોડ કી.મી ૦/૦ થી ૪/૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૧૨૮.૦૦ લાખ, ૨) લવચાલી વી.એ.રોડ કી.મી ૦/૦ થી ૧/૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૪૦.૦૦ લાખ, ૩) સુબીર શિવબારા શેપુઆંબા વારસા રોડ કી.મી ૨૦/૮૮૫ થી ૨૫/૨૬૫ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૩૦૦.૦૦ લાખ, ૪) કસાડબારી હાડોળ રોડ કી.મી ૦/૦ થી ૪/૪૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૧૪૦.૦૦ લાખ, ૫) મહાલ વી.એ રોડ કી.મી ૦/૦ થી ૧/૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૩૯.૦૦ લાખ, ૬) લહાન કડમાળ વી.એ રોડ કી.મી ૦/૦ થી ૧/૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૩૭.૦૦ લાખ, ૭) ઇસખંડી વી.એ રોડ કી.મી ૦/૦ થી ૦/૮૦ કિ.મી જેની વહીવટી મંજુરીની રકમ ૧૨.૮૦ લાખ જે કુલ ૬૯૬.૮ લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓના રીસરર્ફેસીંગની કામગીરી માટે વિધાનસભા નાયબ દંડકશ્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું.
