બારડોલી નગરનાં જોગી ફળિયામાં એક ઘરની પાછળ તીન પત્તી પાનાનો જુગાર રમવાના સ્થળે ટાઉન પોલીસે રેડ કરી હતી અને જુગાર રમી રહેલા આશુતોષ શેલેષભાઈ દવે (રહે.સપ્તશૃંગી સોસાયટી, બારડોલી) રાહુલભાઈ મુકેશભાઈ ગામીત, રણજીતભાઈ મંગળભાઈ પરમાર (બંને રહે.જોગી ફળિયા, બારડોલી) પકડાઈ ગયા હતા. 
આમ, જુગારીઓ પાસેથી અંગઝડતીમાં કુલ રોકડ રૂપિયા ૩,૪૨૦ તથા દાવ પરના રોકડા રૂ.૨,૪૯૦ તથા કુલ ગંજી પાના, મોબાઈલ ફોન નંગ બે નંગ ર મળી કુલ રૂપિયા ૧૪,૯૧૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની રેડ જોઈ ભાગી છુટેલા જીતુ કીકાભાઈ રાઠોડ અને નિખીલ રાજુભાઈ રાઠોડ (બંને રહે.જોગી ફળિયા, બારડોલી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.



