સોનગઢમાં રહેતા એક પરિવારની ૧૭ વર્ષીય સગીરા તેની માસીની ૧૫ વર્ષીય દીકરી સાથે બુધવારે સવારે દસેક વાગ્યે ઘરનું કામકાજ પતાવી બજારમાં ચાલી રહેલા સેલમાં પૈસા નાંખવાનો ગલ્લો લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. 
જોકે મોડી સાંજ સુધી બંને સગીરા પરત નહીં આવતા પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આથી કોઈ અજાણ્યો ઈસમ બંને સગીરાને લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનું સમજી સગીરાના પિતાએ આ અંગે સોનગઢ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. બનાવ અંગે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.




