વ્યારા માર્કેટ યાર્ડ પાસે કચરાના ઢગલામાં આગ ભભુકી ઉઠી હતી જોકે આ આગને ફાયર વિભાગે કાબુમાં લીધી હતી. તેમજ વ્યારા તાલુકાનાં ચીખલદા ગામમાં ટેમ્પામાં આગ લાગી હતી અને ફલીપકાર્ડ કંપનીનાં ઓનલાઈન ડિલિવરી આપવા જતી વેળાએ અચાનક આગ લાગતા ટેમ્પામાં મુકેલ ફીજ, એ.સી., કુલર વિગેરે અનેક ઈલેક્ટ્રોનિક સાધનો બળી ગયા હોવાની વિગત મળી હતી. આગની ઘટનાને લઈને બંને તરફના વાહન વ્યવહાર થંભી ગયો હતો. જયારે આગને કાબુમાં લીધા બાદ રાબેતા મુજબ વાહન વ્યવહાર ચાલુ થયો હતો.




