દાહોદ શહેરના આઈ.ટી.આઈ. પાસેથી એક યુવક સગીરાને લગ્નની લાલચ આપીને ભાગાડીને લઇ ગયા બાદ સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ફરિયાદ દાહોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. 
ગરબાડાના નઢેલાવ ગામે ગામતળ ફળિયામાં રહેતો વકીલ સુરેશભાઈ હઠીલા સામે ફરિયાદ નોંધાઇ છે કે, ગરબાડા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને દાહોદ શહેરમાં આવેલ આઈ.ટી.આઈ. પાસેથી ગત તા.૨૮મી માર્ચના રોજ પત્ની તરીકે રાખવા સારૂ પટાવીને અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. જે બાબતે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાના પિતાએ દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



