નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે રાજ્યકક્ષાનો ‘નેશનલ ફાયર સર્વિસ-ડે’ ની સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ૧૪મી એપ્રિલે ફાયર ફાઈટરો અને ફાયર સર્વિસનાં કર્મચારીઓની બહાદુરી, સમર્પણ અને બલિદાન માટે તેઓને યાદ કરવામાં આવે છે. મુંબઈમાં ૧૯૪૪ માં ડોકયાર્ડમાં આગ બુઝાવામાં ૬૬ જેટલાં ફાયર જવાનોએ બલિદાન આપ્યા હતા.
જેમની યાદમાં દેશની સૌથી ઉંચી પ્રતિમા સરદાર સાહેબના સાનિધ્યમાં આ યોદ્ધાઓને યાદ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. શહીદ અગ્નિસામકોને શ્રધ્ધાજંલિના રૂપે ૪ પ્લાટુન દ્વારા પરેડ પણ યોજવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયરકર્મીઓને શૌર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્સન્સ સર્વિસીસના ડિરેક્ટરશ્રી અનિલકુમાર ચાવડાએ આ તબક્કે જણાવ્યું હતું કે, ફાયર સર્વિસ ડેનો હેતુ,”Unite to ignite a fire safe India”નક્કી કરવામાં આવ્યો છે, ફાયર જવાનો લોકોની સુરક્ષામાં પોતાની સુરક્ષાની સલામતી પણ જાળવી રાખે તે પણ ખુબ જરૂરી છે માટે ‘Fire safety and Prevention measures’ પણ એટલા જ જરૂરી છે.
ગુજરાતમાં ફાયર એન્ડ ઇમર્જન્સી સેવા, મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તક હતું પરંતુ આ વર્ષે શહેરી વિકાસ વર્ષ તરીકે સરકાર ધ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેને હવેથી ફાયર ડે શહેરી વિકાસ બોર્ડ થકી આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ફાયરકર્મીઓને શૌર્ય એવોર્ડ સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.
