પંચમહાલમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતા અને ત્રણ દીકરીના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, પંચમહાલના ગોધરા-વડોદરા હાઇવે પર તૃપ્તિ હોટેલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધોધંબા તાલુકાના બોર ગામ વ્યક્તિ પોતાની ત્રણ દીકરી સાથે બાઈક પર લગ્નમાં જઈ રહ્યા હતા, ત્યારે ટ્રક ચાલકે અડફેટે લીધી હતા. અકસ્માતની આ ઘટનામાં પિતા અને ત્રણેય માસુમ દીકરીના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને મૃતકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પરિવારે પોતાના સ્વજનો ગુમાવતા શોકનો માહોલ છવાયો છે.



