જૂનાગઢમાં ગેસ ગળતરની દુર્ઘટના સામે આવી છે. જેમાં ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા. 
આ ઘટનામાં મકાન માલિકને ઝેર ગેસની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢનાં ભેંસાણમાં ગતરોજ રાત્રે સેફ્ટી ટેંક સાફ કરતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત નીપજ્યા હતા, જ્યારે મકાન માલિકને ઝેરી ગેસની અસર થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



