અંકલેશ્વરનાં નવા કાસીયા મોદી ફળીયામાં યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના નવા કાસીયા મોદી ફળીયામાં ૨૧ વર્ષીય કિરણબેન અરવિંદ વસાવા તારીખ ૨૨મી એપ્રિલના રોજ પોતાના ઘરે હતી. તે દરમિયાન તેણીએ અગમ્ય કારણોસર ઘરે પંખા સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવનાં પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા. આ અંગેની પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. યુવતી અંતિમવાદી પગલું શા માટે ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી જો કે પોલીસે તપાસ હાથ ધરી હતી.




