પહલગામ આતંકી હુમલાને કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે એલઓસી પર પાકિસ્તાની સૈન્ય દ્વારા રાતભર ગોળીબાર કરાયાનો મામલો સામે આવ્યો છે. 
આ ફાયરિંગ એલઓસી પર પાકિસ્તાની સૈન્ય તરફથી અનેક ભારતીય ચોકીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. જોકે આ હુમલામાં ભારતને કોઈ નુકસાન થયાની માહિતી સામે આવી નથી. એક અધિકારીએ આ મામલે જણાવ્યું કે પાકિસ્તાની સૈન્યને નાના હથિયારો વડે સરહદે હુમલા કર્યા હતા. હાલમાં આ મામલે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.



