વાલોડનાં કલમકુઇ ગામનાં ગામે બસ સ્ટેશન નજીક કહેરથી કલમકુઇ ગામ તરફ આવતાં રસ્તા ઉપર રસ્તાની બાજુમાં પાણીની લાઇનનું કામ ચાલતુ હોવાથી લોખંડનાં મોટા પાઇપ મુકેલ જેની સાથે બાઈક અથડાતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. 
મળતી માહિતી મુજબ, વાલોડનાં કલમકુઇ ગામનાં ઓગણીસઆંબા ફળિયામાં રહેતા દિનેશભાઈ અરવિંદભાઇ ચૌધરી (ઉ.વ.૪૨)નાઓ તારીખ ૨૪/૦૪/૨૦૨૫ નાંરોજ કલમકુઇ ગામનાં ગામે બસ સ્ટેશન નજીક કહેરથી કલમકુઇ ગામ તરફ આવતાં રસ્તા ઉપર પોતાના કબ્જાની હોન્ડા કંપનીની યુનિકોર્ન બાઈક નંબર GJ/26/P/6288ને લઈ પસાર થઈ રહ્યા હતા.
તે સમયે સામેથી આવતાં અજાણ્યા વાહનની હેડ લાઇટથી બાઈક ચાલક દિનેશભાઈ આંખો અંજાઇ જતાં બાઈક પર કંટ્રોલ નહીં રહેતા તે રસ્તાની બાજુમાં પાણીની લાઇનનું કામ ચાલતુ હોય જેથી લોખંડનાં મોટા પાઇપ મુકેલ હોય તેની સાથે બાઈક અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક દિનેશભાઈને ચહેરાના ભાગે ગંભીર ઇજા તથા શરીરે નાનીમોટી ઈજાઓ પહોંચતા ટૂંકી સારવાર દરમિયાન સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે અજીતભાઈ ફુલસિંગભાઈ ચૌધરી નાંએ ૨૫/૦૪/૨૦૨૫ નાંરોજ વાલોડ પોલીસ મથકે બનાવ અંગેની જાણ કરી હતી.



