Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રોકાણની લાલચ આપી રૂપિયા ૩૧ લાખની ઠગાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરમાં રહેતા આઈટી એન્જિનિયરને ડેટિંગ એપ ઉપર યુવતીનું નામ ધારણ કરી ગઠિયાએ રોકાણની લાલચ આપીને તબક્કાવાર ૩૧ લાખ જેટલું રોકાણ કરાવડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના બહાર આવી છે. બનાવ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરના સેક્ટર ૩માં રહેતા અને આઇટી એન્જિનિયર તરીકે કામ કરતા યુવાન ધવલ ભરતભાઈ કુંતરને સાઇબર ગઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

જે અંગે મળતી વિગતો પ્રમાણે દિલ મિલ નામની ડેટિંગ એપ ઉપર યુવાને એકાઉન્ટ ખોલાવ્યું હતું અને તે દરમિયાન શેરિંગ નામની યુવતીનું નામ ધારણ કરીને સાયબર ગઠિયાઓએ વાતચીત કરી રોકાણ કરવાની લાલચ આપીને પ્રથમ તબક્કે ૨.૪૫ લાખ રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ ટેલિગ્રામ ઉપર પણ વાત કરીને અન્ય રૃપિયા ટ્રાન્સફર કરાવી કુલ ૩૧ લાખ જેટલી રકમ ભરાવડાવી હતી. જોકે આ રકમ અને નફો પરત મેળવવા જતા તેમને રૃપિયા પરત મળ્યા ન હતા અને છેતરાયાનો અહેસાસ થયો હતો. જેથી અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!