વ્યારાનાં ખટાર ફળિયામાં નદીનાં બ્રીજ પાસેથી નાની ચીખલી ગામ તરફથી બાઈક ઉપર આવતાં બે યુવકોને પ્રોહી. મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જયારે એકને વોન્ટેડ જાહરે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને તારીખ ૨૭/૦૪/૨૦૨૫ નાંરોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, નાની ચીખલી ગામ તરફથી બે યુવકો બાઈક ઉપર પ્રોહી. મુદ્દામાલ લઈ ખટાર ફળિયા તરફ આવે છે.
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળી બાઈક નંબર જીજે/૧૯/એકે/૭૯૭૫ને આવતાં જોઈ પોલીસે બાઈક ચાલકને રોક્યો હતો. ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, કનુ નીલેશભાઈ ગામીત (રહે.વિરપુર ગામ, ફાટક ફળિયું, વ્યારા) અને તેના સાથેના યુવકનું નામ પ્રીતમ પ્રવીણભાઈ ગામીત (રહે.ચીખલી ગામ, મોટું ફળિયું, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું.
તેમજ પોલીસે તેમની પાસેના બે બોક્ષ મળી આવતાં તેની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારુ દેશી દારૂની કૂલ નંગ ૯૬ બોટલો મળી આવી હતી. જોકે વધુમાં આ પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડનાર જયેશ પ્રહલાદગીરી ગોસ્વામી (રહે.મચ્છી માર્કેટ, સોનગઢ)નાંને વોન્ટેડ જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે પ્રોહી. મુદ્દામાલ પૂરો પાડનાર એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
