આણંદ પાસેના ગામડી ગામના ૩૦ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આણંદ પાસેના ગામડી ગામે આવેલ આકાશ ટાઉન ખાતે રહેતા ૩૦ વર્ષીય નીરવ જયંતીભાઈ ડોડીયાએ ગઈકાલ રાત્રિના સુમારે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ અંગે પરિવારજનો તથા આસપાસના સ્થાનિકોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને આણંદ શહેર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ બનાવવા અંગે આણંદ શહેર પોલીસે અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
