આણંદનાં બોરસદ તાલુકાની એક યુવતીનું કોઈ અજાણ્યા શખ્સે ગાડીમાં અપહરણ કરી તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને તરછોડી દીધી હોવાની ઘટના સામે આવી હતી.
મળતી માહિતી મુજબ, બોરસદ તાલુકાના એક ગામની ૧૯ વર્ષીય યુવતી દસ દિવસ પૂર્વે બહાર જઈ રહી હતી. ત્યારે એક અજાણ્યો શખ્સ ફોરવીલ ગાડી લઈને તેણી પાસે આવી ચડયો હતો અને યુવતીનું ગાડીમાં અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારબાદ કોઈ એકાંત જગ્યાએ લઈ જઈ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદમાં તેણીને તરછોડી દીધી હતી. આ બનાવ અંગે યુવતીએ વીરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
