જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નિયંત્રણ રેખા (LoC) પર તણાવ વધી ગયો છે. પાકિસ્તાન વારંવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાને સતત સાતમા દિવસે નિયંત્રણ રેખા (LoC) પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. તારીખ 30 અને 1 મેની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, ઉરી અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પાર કરીને નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો.
