Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આજથી અમૂલ દૂધનાં ભાવમાં લિટરદીઠ રૂ.૨નો વધારો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આજથી અમૂલ દૂધની દરેક કેટેગરીના દૂધનાં ભાવમાં લિટરદીઠ રૂ.૨નો વધારો કરવામાં આવ્યો છે. દૂધની મહત્તમ કિંમતની દ્રષ્ટિએ આ ભાવ વધારો ત્રણથી ચાર ટકાની આસપાસનો છે. ખાદ્યસામગ્રીના ફૂગાવાની દરની સરખામણીમાં દૂધના ભાવમાં કરવામાં આવેલો વધારે ત્રણથી ચાર ટકાનો છે.  હજી ગઈકાલે જ મધર મિલ્ક ડેરીએ સમગ્ર દેશમાં દૂધના લિટરદીઠ ભાવમાં રૂ.૨નો વધારો કર્યો છે.

ગુજરાતમાં દરરોજ અંદાજે ૩૩૦ લાખ લિટર દૂધ એકત્રિત કરવામાં આવે છે ૧૮,૬૦૦ દૂધ સહકારી મંડળીને ૩૬ લાખ સભ્ય મારફતે દૂધ એકત્રિત કરવામાં આવે છે. છેલ્લે જૂન ૨૦૨૪માં અમૂલના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે ગયા વરસે ૫ મહિના સુધી એક લિટર દૂધના પેકમાંમાં ૫૦ એમએલને બદલે અને બે લિટરના પેકમાં ૧૦૦ મિલિલિટર વધુ દૂધ આપ્યું હતું.

તેમજ જાન્યુઆરી ૨૦૨૫થી એક લિટર દૂધના પેકના ભાવમાં રૂ.૧નો ઘટાડો પણ કર્યો હતો. પશુપાલન સાથે સંકળાયેલા ગુજરાતના ૩૬ લાખ પશુપાલકોને કરવા પડતા ખર્ચમાં વધારો થયો હોવાથી દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. અમૂલ સાથે સંકળાયેલા બાર દૂધ સંઘોએ પણ તેનન સભાસદોને દૂધ ભરનારાઓને આપવામાં આવતા ભાવમાં વધારો કર્યો છે. અમૂલને દૂધના વેચાણ થકી થતી આવકમાંથી ૮૦ ટકા નાણાં ખેડૂતો-પશુપાલકોને પરત આપે છે. દૂધના વેચાણની કિંમતમાં કરવામાં આવેલા વધારાનો મોટાભાગનો હિસ્સો દૂધ ઉત્પાદકોને જ પરત મળશે. પરિણામે દૂધનું ઉત્પાદન વધારવા તેમને પ્રોત્સાહન મળશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!