કલોલના હાઇવે ઉપર અંબિકા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો હતો જયારે પુરઝડપે નીકળેલા વાહને મહિલાને ટક્કર મારતા મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી જેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવ અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.
મળતી વિગતો અનુસાર, કલોલના અંબિકા નગર હાઈવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં એક અજાણી મહિલાનું મોત થયું હતું પૂરઝડપે નીકળેલા વાહન ચાલકે મહિલાને ધડાકા ભેર ટક્કર મારી હતી આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તુરંત સારવાર માટે કલોલની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ત્યાંથી તેને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનો મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
