ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ દ્વારા આજરોજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું બોર્ડનું પરિણામ ૮૩.૫૧ ટકા અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું બોર્ડનું પરિણામ ૯૩.૦ ટકા રહ્યું છે.
તાપી જિલ્લામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં ૭૧.૧૭ ટકા જ્યારે સામાન્ય પ્રવાહમાં ૯૫.૦૮ ટકા પરિણામ નોધાયું છે. નોધનિય છે કે, તાપી જિલ્લામાં વર્ષ-૨૦૨૫ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કુલ ૮૮૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે માંથી કુલ ૬૩૨ વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪૧૦૩ વિદ્યાર્થીઓ માંથી ૩૯૦૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
