સુરત જિલ્લાનાં કીમનાં ટીંબા ગામેથી કારમાંથી ૨.૫૭ લાખનો વિદેશી દારૂનો જથ્થો સાથે કાર ચાલકને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક મારૂતી સુઝુકી સ્વિફ્ટ કારનો ચાલક તેની કારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો ભરી વિહાણ તરફથી બોધાન ગામ તરફ જનાર હોવાની એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી. 
જેથી પોલીસે ટીંબાથી બોધાન તરફ જતા માર્ગ પર ગલતેશ્વર મંદિરની સામે રોડ પર વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી વાળી કાર આવી પહોંચતા પોલીસે જેને અટકાવી કારની અંદર તપાસ કરતા રૂપિયા ૨,૫૭,૭૬૦/-ની કૂલ ૯૪૮ વિદેશી દારૂની બોટલો મળી હતી. આમ, પોલીસે કાર, એક નંગ મોબાઇલ ફોન, અને રોકડા મળી કૂલ રૂપિયા ૭,૦૮,૮૧૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર ચાલક દેવેન્દ્ર ખુમારામ મેઘવાલ (હાલ રહે.મોટા બોરસરા ગામ, તા.માંગરોળ, મુળ રહે.રૂપાવાસ ગામ, જિ.પાલી, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી, જયારે રાજમલ ઉર્ફે રાજુ કલ્લુ ચુનીલાલ કુમ્હાર (રહે.સાકી ગામ, તા.પલસાણા, મુળ રહે.ગોવલીયા જિ.ભીલવાડા, રાજસ્થાન), મહાવિર ઉર્ફે મહેન્દ્ર ચુનીલાલ પ્રજાપતી (રહે.મોટા બોરસરા ગામ, માંગરોળ) અને અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.



