વ્યારાનાં ઊંચામાળા ગામનાં હોળી ફળિયાનાં હાટ બજાર ગ્રાઉન્ડની સામે વ્યારા માંડવી રોડ ઉપર એકટીવા મોપેડ બાઈકને સામેથી આવતાં બાઈક ચાલકે અડફેટે લઈ અકસ્માત સર્જતા મોપેડ બાઈક પર સવાર આધેડને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઊંચામાળા ગામનાં રામજી ફળિયામાં રહેતા ગુમજીભાઈ ભીતડીયાભાઈ ચૌધરી (ઉ.વ.૭૫)નાંઓ તારીખ ૦૮/૦૫/૨૦૨૫ નાંરોજ પોતાના કબ્જાની એકટીવા મોપેડ બાઈક નંબર જીજે/૨૬/એચ/૨૧૦૯ લઈને ઊંચામાળા ગામનાં મહુડી ફળિયામાં લગ્નમાં જમવા માટે ગયા હતા ત્યારબાદ ગુમજીભાઈ જમીને પરત આવતાં હતા. તે સમયે ઊંચામાળા ગામનાં ફળિયામાં હાટ ભરાય છે તેની સામેનાં નેશનલ હાઈવે નંબર ૫૩ રોડ ઉપર આવતાં હતા. તે સમયે સામેથી આવતી બાઈક નંબર જીજે/૨૬/એએચ/૯૮૯૫નાં ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગુમજીભાઈની મોપેડ બાઈકને સામેથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત ગુમજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે જગુભાઈ ચૌધરીનાંએ બાઈક ચાલક સામે તારીખ ૦૯/૦૫/૨૦૨૫ નાંરોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.




