ધરમપુરના શેરીમાળ ગામના રહીશે તેની પત્નીને અન્ય પુરૂષ સાથે સંબંધો હોવાના વહેમમાં તકરાર કરી સંતાનોની હાજરીમાં જ લાકડા વડે મારમાર્યો હતો. એટલું જ નહિ પતિએ પરપુરુષ સાથે સંબંધ હોવા અંગે પત્ની પાસે કબૂલાત કરાવતો વીડિયો પણ ફોનમાં બનાવ્યો હતો. ત્યારબાદ તેણે પત્નીને ઢોરમાર મારતા તેણી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચેલ તેણીના ભાઈ સહિતના સંબંધીઓ મહિલાને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ધરમપુરનાં શેરીમાળ ગામના વાંકડી ફળિયામાં રહેતા વિનોદભાઈ ધાકલભાઈ માહલાના લગ્ન ૧૮ વર્ષ પહેલા ધરમપુરના ટીસ્કરી તલાટના ભોષપાડા ફળિયાના રહીશ હંસાબેન સાથે થયા હતા.
જે બાદ ભગ્નજીવનમાં દંપતીને ૧૫ વપીય પુત્ર મિલન અને ૧૪ વર્ષીય પુત્ર રોશનનું સંતાન સુખ મળ્યું છે.
આટલું ઓછું હોય તેમ તે પછી પણ તેણે તેણે તેની પત્ની હંસાબેનને હોરમાર મારતા તેણી બેભાન થઈ ગઈ હતી. ઘટના અંગેની જાણ હંસાબેનના ફુવાએ ટીસ્કરી તલાટ ગામે રહેતા તેણીના ભાઈ કિરણભાઈ ભોષાને કરી હતી. જેથી કિરણભાઈ સહિતના સંબંધીઓ શેરીમાળ ગામે પહોંચ્યા હતા. જ્યાં હંસાબેન બેભાન અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલ કિરણભાઈ સહિતના પિયરિયાઓ હંસાબેનને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે હંસાબેનના પગમાં ફેકચર થવું હોવાની માહિતી આપી હતી. બહેન હંસાબેનનો સંસાર બગડે નહીં તે માટે ભાઈ કિરણભાઈ સહિતના સમાજના આગેવાનોએ વિનોદભાઈને સજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, વિનોદભાઈ સમજે તેમ ન હોવાનું જણાતા આખરે કિરણાભાઈએ બનેવી વિનોદાભાઈ માહલા સામે ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
