સુરતનાં ઉમરપાડાનાં સટવાણ ગામે રહેતા બે પરિવાર વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં મામલો ઉમરપાડા પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉમરપાડાનાં સટવાણ ગામે રહેતા રૂપલબેન સુરેશભાઈ વસાવા અને તેમના પાડોશમાં રહેતા નીકીતાબેન દશરથભાઈ વસાવાના પરિવાર વચ્ચે જમીન ખેડવા જેવી નજીવી બાબતે વિવાદ થયો હતો. આ સમયે બંને પરિવારના સભ્યોએ સામસામે આવી જઇ ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બંને પરિવારો દ્વારા ઉમરપાડા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવતા હાલ પોલીસે બંને પક્ષે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
