સુરતનાં ઓલપાડ તાલુકાનાં પરીઆ ગામની સીમમાં વાલિયા તાલુકાના શ્રમજીવીએ લીમડાના ઝાડની ડાળી સાથે ગળાનો ફાંસો બનાવી લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનો વતની નવીન કિરણભાઈ વસાવા હાલમાં ઓલપાડ તાલુકાનાં પરીઆ ગામના બસ સ્ટેશનની સામે આવેલી ખુલ્લી જગ્યાના પડાવમાં રહી મજૂરી કામ કરતો હતો. જોકે રવિવારે નવીન વસાવા મજૂરીકામ અર્થે પરીઆ ગામના ખેતરની સીમમાં ગયો હતો. તે દરમિયાન સાંજે નવીન વસાવાએ પરીઆથી માધર જતા રોડ ઉપર નહેર પાસે આવેલા લીમડાના ઝાડની ડાળી સાથે કમરમાં પહેરવાના કાપડના પટ્ટાનો એક છેડો બાંધી બીજો છેડો પોતાના ગળામાં ફસાવી ડાળી ઉપર લટકી જઈ ફાંસો ખાતા તેનું મોત થયું હતું. આ બાબતે તેની સાથે કામ કરતા સંજય ભારમલ વસાવાએ સાયણ આઉટ પોલીસ મથકે જાણ કરી હતી.
